Site icon Gujarat Na Samachar

દિકરીને માળશે 1,10,000 ની સહાય: વ્હાલી દિકરી યોજના હેઠળ રાજ્ય સરકાર આપશે સહાય, વાંચો વિગતવાર માહિતી

ભારત સરકાર અને રાજ્ય સરકાર દ્વારા મહિલાઓ અને દીકરીઓ માટે વિવિધ યોજનાઓ બહાર પાડવામાં આવતી હોય છે. તેમાં બેટી બચાવો બેટી પઢાવો યોજના, સુકન્યા સમૃદ્ધિ યોજના, 181 અભયમ યોજના, વ્હાલી દિકરી યોજના (vhali dikri yojana) જેવી વિવિધ યોજના બહાર પાડવામાં આવેલી છે.

આજે આપણે અહિયાં મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા અમલમાં મુકાયેલ Gujarat Vhali Dikri Yojana વિશે વિગતવાર માહિતી મેળવવાના છીએ. આ યોજનામાં કુલ 1,10,000 ની સહાય હપ્તા રૂપે દિકરીને આપવામાં આવે છે. આ યોજનાનું અરજી ફોર્મ પણ તમને અહિયાથી મળી રહેશે.

ગુજરાત સરકાર દ્વારા દીકરીઓના જન્મદરમાં સુધારો અને દિકરીઓ શિક્ષિત બને તે હેતુસર વ્હાલી દિકરી યોજના અમલમાં મૂકેલ છે. આ યોજના હેઠળ કુલ 1,10,000 ની સહાય આપવામાં આવે છે. ડાઉનલોડ કરો આ યોજનાનું ફોર્મ નીચે આપેલ લિંક દ્વારા.

ઉદ્દેશ્ય

વ્હાલી દિકરી યોજનાનો ઉદ્દેશ્ય દીકરીઓના જન્મ દરમાં વધારો કરવાનો, દિકરીના શિક્ષણને ઉત્તેજન આપવાનો અને જે દીકરીઓને અમુક સમય પછી ભણાવવાનું બંધ કરી દેવામાં આવે છે જે ન થાય, દિકરી અથવા સ્ત્રીનું સમાજમાં સર્વાંગી સશક્તિકરણ કરવું, બાળલગ્ન અટકે તેવો છે.

પાલક માતા-પિતા યોજના, દર મહિને મળશે રૂપિયા 3000 સુધીની સહાય, વાંચો સંપૂર્ણ માહિતી

પાત્રતા

છૂટાછેડાના સંદર્ભમા

માતા-પિતા હયાત ન હોય તેના સંદર્ભમાં

કોઈ કારણોસર માતા-પિતા હયાત ન હોય તેવી અનાથ દિકરીના કિસ્સામાં તેના કુટુંબના હયાત અન્ય સભ્યો નીચેના અગ્રતાક્રમ મુજબ વાલી તરીકે લાભાર્થી દિકરી માટેની અરજી કરી શકશે.

દિવ્યાંગ લગ્ન સહાય યોજના, મળશે 1 લાખ રૂપિયા સુધીની સહાય, વાંચો વિગતવાર માહિતી

અરજી કરવાની અને અરજી મંજૂરીની પ્રક્રિયા

“વ્હાલી દિકરી” યોજનાનું અરજીપત્રક ગ્રામપંચાયત કચેરીના e-Gram સેન્ટર, તાલુકા મામલતદાર કચેરી, મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી અને મહિલા અને બાળ વિકાસ વિભાગની વેબસાઈટ wcd.gujarat.gov.in/ પરથી ઉપલબ્ધ થઈ શકશે.

લાભાર્થીએ જરૂરી આધાર પુરાવા સહિત નિયત નમૂનામાં સદરહુ અરજી જનસેવા કેન્દ્ર અથવા e-Gram સેન્ટર પર જમા કરાવી શકશે. ઉપરાંત ડિજિટલ ગુજરાત ઉપર ઓનલાઈન અરજી પણ કરી શકશે.

તારીખ 02/08/2019 ના રોજ અને ત્યારબાદ જન્મેલ દિકરીના કુટુંબીજનો દ્વારા દીકરી જન્મના એક વર્ષની સમય મર્યાદામાં આધાર પુરાવા સહિત નિયત નમૂનામાં અરજી કરવાની રહેશે.

કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે?

મળવાપાત્ર લાભ

દિકરીના બાળલગ્ન થયેલ ના હોવા જોઈએ. 18 વરસની વય અગાઉ દિકરીના મૃત્યુના કિસ્સામાં “વ્હાલી દિકરી” યોજના અંતર્ગત બાકી રહેતી સહાય મળવાપત્ર રહેશે નહીં.

દિવ્યાંગ ઓળખકાર્ડ અને એસ.ટી. બસમાં મફત મુસાફરીની યોજના, વાંચો વિગતવાર માહિતી

અરજદારે અરજીમાં દર્શાવેલ મુખ્ય કમાનાર વ્યક્તિનું 18 થી 60 વર્ષની વય દરમિયાન નિધન થાય તો ભારતીય જીવન વીમા નિગમ સાથે થયેલ MoU મુજબ વિમાની રકમ 10,000 લાભાર્થી દિકરીને મળવાપાત્ર રહેશે. આવા કિસ્સાઓમાં નિધન પામનાર મુખ્ય કમાનાર વ્યક્તિના મૃત્યુનો દાખલો અને જન્મતારીખના પુરાવા સાથે મહિલા અને બાળ વિકાસ અધિકારીને અરજી મોકલી આપવાની રહેશે.

વ્હાલી દિકરી યોજનામાં ફોર્મ કેવી રીતે ભરવું?

વ્હાલી દિકરી યોજનામાં ફોર્મ ભરવા માટે તમે ઓનલાઈન અરજી પણ કરી શકો છો. તમે ડિજિટલ ગુજરાત વેબસાઈટ ઉપર જઈને આ યોજના માટે ઓનલાઈન અરજી કરી શકો છો. જો ઓનલાઈન અરજી કરવા ન માંગતા હોવ તો તમે ગ્રામપંચાયત અથવા તો શહેરી વિસ્તાર વાળા મામલતદાર કચેરીમાં જઈને વ્હાલી દિકરી યોજનાનું ફોર્મ મેળવીને જરૂરી ડોક્યુમેન્ટ સાથે જોડી અને ફોર્મ ભરી શકો છો.

તમે જ્યારે ફોર્મ ભરો છો ત્યારે તેની પહોંચ ની નકલ તમને આપવામાં આવશે. આ નકલો તમારે સાચવી ને રાખવાની રહેશે.

વ્હાલી દિકરી યોજના ફોર્મઅહિયાં ક્લિક કરો
Vhali Dikri Yojana Form

Source: https://wcd.gujarat.gov.in

Exit mobile version