પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના (PMMVY), ગર્ભવતી મહિલાને મળતી સહાય, વાંચો વિગતવાર માહિતી

Pradhanmantri Matru Vandana Yojana Gujarat (PMMVY): કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર દ્વારા મહિલાઓ અને બાળકો માટે ઘણી બધી યોજનાઓ બહાર પાડવામાં આવતી હોય છે. જેમાંની એક ગર્ભવતી મહિલાને મળતી સહાય એવી પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના (PMMVY) વિશે માહિતી મેળવવાના છીએ.

Matru Vandana Yojana Gujarat (PMMVY): મહિલા અને બાળ વિકાસ મંત્રાલય, ભારત સરકાર દ્વારા આ યોજના અમલમાં મૂકવામાં આવી છે. ગર્ભ અવસ્થા દરમિયાન ગર્ભવતી મહિલા પોતાનું અને પોતાના બાળકનું ધ્યાન સારી રીતે રાખી શકે તે માટે આ સહાય યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના હેઠળ ગર્ભવતી મહિલાને ચોક્કસ રકમ સહાય પેટે આપવામાં આવે છે.

પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના (PMMVY), ગર્ભવતી મહિલાને મળતી સહાય

પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના (PMMVY) – ગર્ભવતી મહિલાને મળતી સહાય

પ્રથમ સગર્ભાવસ્થા અને જીવિત બાળજન્મ સમયે લાભાર્થી મહિલા પ્રસૂતિ પૂર્વે અને પ્રસૂતિ બાદ પૂરતા પ્રમાણમાં આરામ અને પોતાના સ્વાસ્થ્યની કાળજી લઈ શકે તે માટે તેની રોજગારીના નુકશાનનું રોકડ સહાયના સ્વરૂપે અંશતઃ વળતર આપવાનો આ યોજનાનો હેતુ છે. આ રોકડ સહાયથી સગર્ભા/ઘાત્રી મહિલાઓના આરોગ્યના સ્તરમાં સુધારો થશે.

તમામ સગર્ભા અને ઘાત્રી મહિલાઓ જે સગર્ભા/ઘાત્રી મહિલાઓ કેન્દ્ર રાજ્ય સરકારના અથવા જાહેર સાહસોના કર્મચારીઓ છે તેમને આ યોજનાનો લાભ મળવાપાત્ર નથી. AWW/AWH/ASHA આ યોજનાનો લાભ મેળવી શકશે. લાભાર્થી આ યોજના અંતર્ગત ફક્ત એક જ વખત લાભ મેળવવા પાત્રતા ધરાવે છે. જો સ્ટીલ બર્થ (મૃત બાળક જન્મે) થાય તો લાભાર્થી બાકીના હપ્તાની સહાય ભવિષ્યની પ્રેગ્નેન્સી વખતે મેળવવા લાયક ગણાશે.

જો કોઈ લાભાર્થીને પ્રથમ હપ્તો મળ્યા બાદ કસુવાવડ થઈ હશે તો તે ભવિષ્યની પ્રેગ્નેન્સી સમયે બીજો અને ત્રીજો હપ્તો મેળવી શકશે. તેના માટે જરૂરી શરતો પૂર્ણ કરેલ હોવી જરૂરી છે. આવી જ રીતે જો લાભાર્થીને પ્રથમ અને બીજો હપ્તો મળ્યો હોય અને કસુવાવડ કે મૃત બાળક જન્મ થાય તો ભવિષ્યની પ્રેગ્નેન્સી દરમિયાન ત્રીજો હપ્તો મેળવી શકે છે.

પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના (PMMVY) હેઠળ મળતી સહાય

હપ્તો શરતો રકમ
પ્રથમ સગર્ભાવસ્થાની સવેળા નોંધણી (150 દિવસમાં) રૂપિયા 1000
બીજો ઓછામાં ઓછી એક પૂર્વ પ્રસૂતિ તપાસ (ANC), છ મહીના પછી મળવાપાત્ર રૂપિયા 2000
ત્રીજો બાળજન્મની નોંધણી કરાવવી, BCG, DPT, OPV, Hepatitis B રસીઓની પ્રથમ સાયકલ પૂર્ણ કરેલ હોવી જોઈએ (14 અઠવાડિયા સુધીની રસી) રૂપિયા 2000

ગુજરાત પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના (PMMVY)

રજીસ્ટ્રેશન માટે લાભાર્થીએ નિયત નમૂનાનું ફોર્મ 1-A સંપૂર્ણ વિગતો સાથે ભરીને જરૂરી તમામ ડોક્યુમેન્ટ સાથે આગણવાડી કેન્દ્રમાં આપવાનું રહેશે. લાભાર્થીએ પોતાની તથા પોતાના પતિની સહી સાથે સંમતિ આપવાની હોય છે. ફોર્મ સાથે લાભાર્થી પોતાના પતિની આધારની વિગત, મોબાઈલ નંબર તથા એકાઉન્ટ નંબરની વિગતો જમા કરાવવી જરૂરી છે.

લાભાર્થી નિયત નમૂનાનું ફોર્મ આંગણવાડી કેન્દ્ર પરથી મેળવી શકે છે. ભરેલું ફોર્મ આંગણવાડી કેન્દ્રમાં જમા કરવી લાભાર્થીએ આંગણવાડી કાર્યકર પાસેથી ભવિષ્યના સંદર્ભિત ઉપયોગ માટે રશીદ મેળવી લેવાની રહેશે.

લાભાર્થીએ નોંધણી અને પ્રથમ હપ્તો મેળવવા માટે ફોર્મ 1-A સાથે મમતા કાર્ડની નકલ, પોતાની તથા પોતાના પતિની ઓળખનો પુરાવો અને આધારકાર્ડ (ન હોય તો વૈકલ્પિક આઈડી પ્રૂફ) તથા બેંક એકાઉન્ટની વિગત જમા કરાવવી જરૂરી છે. બીજો હપ્તો મેળવવા માટે ફોર્મ 1-B સાથે મમતા કાર્ડની (ANC ની વિગત) નકલ આપવી જરૂરી છે.

ત્રીજો હપ્તો મેળવવા માટે ફોર્મ 1-C સાથે બાળજન્મની નોંધણી અને મમતા કાર્ડ (બાળકના રસીકરણની વિગત) ની કોપી જમા કરાવવી જરૂરી છે.

જો લાભાર્થીએ નક્કી કરેલ શરતો નિયત સમયમર્યાદામાં પૂર્ણ કરી હશે પણ હપ્તો મેળવવા માટે ફોર્મ જરૂરી ડોક્યુમેન્ટ સાથે રજૂ કરેલ હશે નહીં તો સગર્ભાવસ્થાના 730 દિવસ બાદ તેમનો ક્લેઇમ સ્વીકારવામાં આવશે નહીં. દરેક હપ્તાનો ક્લેઇમ લાભાર્થીએ અલગથી કરવાનો રહેશે.

જે લાભાર્થી મમતા કાર્ડમાં LMP Date દર્શાવેલ ન હોય તેવા લાભાર્થીઓએ બાળકના જન્મના 460 દિવસની અંદર ત્રીજા હપ્તા માટે ક્લેઇમ કરી લેવાનો રહેશે.

પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના (PMMVY) શરતો

જો લાભાર્થી ત્રીજા હપ્તા માટેની શરતો પૂર્ણ કરે છે પરંતુ બાળક છ મહિનાથી વધારે સમય જીવી શકતું નથી તેમને ત્રીજો હપ્તો ચૂકવવામાં આવશે. જો લાભાર્થીને જોડિયા બાળક અવતરે તો તેને કુટુંબમાં પ્રથમ જીવિત બાળજન્મ તરીકે ગણવામાં આવશે.

જો કોઈ કારણોસર લાભાર્થી રાજ્યમાં કે એક રાજ્યમાં બીજા રાજ્યમાં સ્થળાંતર થાય તો આધારકાર્ડ અથવા મમતા કાર્ડ અને નોંધણી ફોર્મની રશીદ નજીકના આંગણવાડી કેન્દ્રમાં આપી બાકીના લાભો મેળવી શકશે.

Comments

No comments yet. Why don’t you start the discussion?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *