પીએમ લોન યોજના 2024: મળશે 50 હજાર રૂપિયા સુધીની લોન, વાંચો વિગતવાર માહિતી

ભારત સરકાર દ્વારા કટોકટીના સમયગાળા દરમિયાન તેમાંથી બહાર આવવા માટે કેટલીક યોજનાઓ બહાર પાડેલ છે. તેમાંની એક પી.એમ. સ્વનિધિ (PM Svanidhi Yojana Gujarati) યોજના છે. આ યોજના હેઠળ તમને કેટલીક ચોક્કસ લોન પ્રદાન કરવામાં આવે છે. જેની વિગતવાર માહિતી નીચે આપેલી છે.

પીએમ લોન યોજના 2024 - મળશે 50 હજાર રૂપિયા સુધીની લોનપીએમ લોન યોજના 2024 - મળશે 50 હજાર રૂપિયા સુધીની લોન
પીએમ લોન યોજના 2024 – મળશે 50 હજાર રૂપિયા સુધીની લોન

ભારત સરકાર દ્વારા પ્રધાનમંત્રી લોન યોજના 2024 (PM Svanidhi Loan Yojana) ચલાવવામાં આવે છે. આ યોજનાનો લાભ નાના વેપારીઓ, રિક્ષાચાલકો અને સાયકલ સવારો અને ગરીબી રેખા નીચે જીવન જીવતા લોકોને આપવામાં આવે છે. આ લોન યોજના થકી રૂપિયા 10,000 થી લઈને રૂપિયા 50,000 સુધીની લોન વ્યાજ વગર આપવામાં આવે છે.

પ્રધાનમંત્રી લોન યોજના 2024 હાઈલાઇટ

યોજનાનું નામ પી.એમ. સ્વનિધિ (PM Svanidhi Yojana Gujarati)
કોને મળી શકે નાના વેપારીઓ, રિક્ષાચાલકો, સાઈકલ રિક્ષાચાલકો અને ગરીબી રેખા હેઠળ જીવન જીવતા
ઉદ્દેશ્ય આર્થિક સ્થિતિમાં સુધારો થાય
યોજના શરૂ જુલાઈ 2020
લોનની રકમ 10,000 થી 50,000
વ્યાજદર કોઈપણ વ્યાજવગર જો સમયસર ભરો છો તો
સમય 1 વર્ષ
વેબસાઈટhttps://pmsvanidhi.mohua.gov.in/
PM Svanidhi Yojana Highlight

પીએમ મુદ્રા લોન યોજના: મળશે 50,000 થી લઈને 20 લાખ રૂપિયા સુધીની લોન સરકાર દ્વારા, વાંચો સંપૂર્ણ માહિતી

પીએમ લોન યોજના 2024

ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવતી આ યોજનાનો ઉદ્દેશ્ય ઉધોગો અને ઉધોગસાહસિકોને નાણાકીય સહાય પૂરી પાડીને સશક્તિકરણ કરવાનો છે. તેઓને આત્મનિર્ભરમાં ટેકો અને રોજગાર સર્જનની શક્યતાઓ વધે તે માટેનો છે. પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હેઠળ નાના ઉધોગો ચલાવનારને લોન અને થોડી ઘણી સહાય મળી રહે તે ઉદ્દેશ્ય છે.

સરકારી લોન યોજના

પ્રધાનમંત્રી સ્વનિધિ લોન યોજના હેઠળ તમને રૂપિયા 10 હજાર થી લઈને રૂપિયા 50 હજાર સુધીની લોન મળે છે. જેના માટે તમે ઓનલાઈન અરજી પણ કરી શકો છો અને તેની એપ પણ ડાઉનલોડ કરી શકો છો. આ યોજનાની લોન તમારે 1 વર્ષમાં પૂર્ણ ભરી દેવાની હોય છે. જેમાં એકપણ હપ્તો ચૂક્યા વગર ભરો છો તો તેમાં તમને વ્યાજ સબસિડી આપવામાં આવે છે.

પીએમ સ્વનિધિ યોજના હેઠળ સરકાર દ્વારા પ્રથમ વખત 10,000 ની લોન આપવામાં આવે છે. બીજી વખત 20,000 રૂપિયા અને ત્રીજી વખત 50,000 સુધીની લોન આપવામાં આવે છે. આ લોન તમારે 1 વર્ષના સમયગાળાની અંદર એટલે કે 12 મહિનામાં પરત કરવાની હોય છે.

પીએમ સ્વનિધિ યોજનાનો લાભ

નાના વેપારીઓ, શેરી વિક્રેતાઓ અને અન્ય આ યોજનાનો લાભ મેળવી શકે છે અને આ યોજના માટે અરજી કરવા માટે પાત્ર ગણવામાં આવે છે. ધ્યાન રાખો કે આ યોજનાનો લાભ ફક્ત નાનાં અને મધ્યમ સ્તરના વેપારીઓ જ મેળવી શકે છે. અન્ય વેપારીઓને આ લાભ મળવાપાત્ર થતો નથી.

પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના માટે તમારે અરજી કરવા માટે નજીકની કોઈપણ સરકારી બેંકમા જઈને અને PM સ્વનિધિ યોજના વિશે માહિતી મેળવી અને ફોર્મ મેળવી તે સંપૂર્ણ ભરી અને અરજી કરી શકો છો. અરજી માં તમારે તમે કયા વ્યવસાય માટે લોન લઈ રહ્યા છો તેની વિગતો પણ આપવાની રહેશે.

અરજીની સાથે તેમાં માંગવામાં આવેલ ડોક્યુમેન્ટ પણ જોડવાના રહેશે અને તમામ ડોક્યુમેન્ટ ચેક થશે અને બધુ સાચું જણાશે તો તમને લોન મંજૂર કરવામાં આવશે અને થોડા સમયમાં જ લોનની રકમ તમારા ખાતામાં જમા કરવામાં આવશે.

102 સરકારી સેવાઓ એક જ પ્લેટફોર્મ પર, હવે ઓનલાઈન વિવિધ સરકારી ફોર્મ અને તેની માહિતી મેળવો

પીએમ સ્વનિધિ યોજનાના ડોક્યુમેન્ટ

  • આધાર કાર્ડ
  • વ્યવસાયનો પુરાવો
  • પાન કાર્ડ
  • બેંક એકાઉન્ટ સ્ટેટમેન્ટ
  • સરનામાની ચકાસણી
  • પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ

વધુ માહિતી માટે અહિયાં ક્લિક કરો

2 Comments

    • સંપૂર્ણ માહિતી વાંચી તે મુજબ અનુસરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *