પાસપોર્ટ (Passport) વિશે માહિતી: અરજીપત્રક ક્યાંથી મળે, પાસપોર્ટની ઉપયોગિતા, અરજી કેવી રીતે કરવી

Passport In Gujarati: પાસપોર્ટ એ એક અગત્યના ડોક્યુમેન્ટ તરીકે ગણવામાં આવે છે. પાસપોર્ટને કેટલાક સરકારી દસ્તાવેજ તરીકે માન્યતા આપવામાં આવેલ છે. જેને તમે પુરાવા તરીકે રજૂ કરી શકો છો. આજે આપણે પાસપોર્ટ માટે જરૂરી ડોક્યુમેન્ટ, અરજી કેવી રીતે કરવી તેના વિશે માહિતી મેળવવાના છીએ.

હવે ઘરે બેઠા ઓનલાઈન અને મોબાઈલ એપ્લિકેશન દ્વારા પાસપોર્ટ માટે અરજી કરો, વાંચો વિગતવાર માહિતી
હવે ઘરે બેઠા ઓનલાઈન અને મોબાઈલ એપ્લિકેશન દ્વારા પાસપોર્ટ માટે અરજી કરો, વાંચો વિગતવાર માહિતી

પાસપોર્ટ અરજી ઓનલાઇન: હવે દેશમાં બધુ ડિજિટલ થઈ ગયું હોવાથી તમે ઘરે બેઠા પણ ઓનલાઈન અરજી દ્વારા પાસપોર્ટ માટે અરજી કરી શકો છો. સરકાર દ્વારા એમ પાસપોર્ટ સેવા એપ પણ લોન્ચ કરેલ છે. જેના દ્વારા અરજી સરળતાથી કરી શકાય છે. આ માટે તમારે માત્ર 150 રૂપિયા ભરવાના હોય છે.

જો તમારે વિદેશમાં જવાનો વિચાર હોય તો તમારી પાસે સૌપ્રથમ તો પાસપોર્ટ હોવો જરૂરી છે. આ એક અત્યંત જરૂરી દસ્તાવેજ છે. પાસપોર્ટ એ તમારી ભારતીય નાગરિકતા ને દર્શાવે છે. પહેલા પાસપોર્ટ બનાવવા માટે ઓફિસના ધક્કા ખાવા પડતાં હતા અને તેમાં ઘણો સમય લાગતો હતો. હવે પ્રક્રિયા ખૂબ જ સરળ બની ગઈ છે. આ માટે તમારે કોઈ પણ પ્રકારની વધારાની ફી પણ ભરવાની થશે નહીં.

102 સરકારી સેવાઓ એક જ પ્લેટફોર્મ પર, હવે ઓનલાઈન વિવિધ સરકારી ફોર્મ અને તેની માહિતી મેળવો

અરજી પત્રક ક્યાંથી મળે?

પાસપોર્ટ સેવા કેન્દ્રો અને પોસ્ટ ઓફિસ પાસપોર્ટ સેવા કેન્દ્રો પાસપોર્ટને લગતી સંબંધિત ફ્રન્ટ એન્ડ સેવાઓ આપે છે. અરજી ઓનલાઈન કરવાની હોવાથી અરજીપત્રક મેળવવાના રહેતા નથી. માત્ર ઓનલાઈન અરજી જ કરવાની હોય છે.

પાસપોર્ટની ઉપયોગિતા

ભારતીય નાગરિકોને તેમની ઓળખ, જેમ કે નામ, જન્મતારીખ, લિંગ અને જન્મસ્થળ અને રાષ્ટ્રીયતા જેવા મુસાફરી દસ્તાવેજ તરીકે ભારતીય નાગરિકોને પાસપોર્ટ આપવામાં આવે છે.

પાસપોર્ટ માટે જરૂરી દસ્તાવેજ

સરનામા પુરાવા તરીકે (કોઈપણ એક)

  • આધારકાર્ડ
  • ચૂંટણીકાર્ડ
  • કોઇપણ જાહેર ક્ષેત્રની બેંક, ખાનગી ક્ષેત્રની બેંક, ગ્રામીણ બેંકમાં ચાલતા બેંક ખાતાની પાસબુકનો ફોટો
  • પાણીનું બિલ
  • લેન્ડલાઈન અથવા પોસ્ટપેડ બિલ
  • ગેસ જોડાણનો પુરાવો
  • જીવનસાથી પાસપોર્ટ
  • લેટર હેડ પર નામાંકિત કંપનીઓના એમ્પ્લોયરનું પ્રમાણપત્ર
  • આવકવેરા આકારણી હુકમ
  • વીજળી બિલ
  • ભાડા કરાર

ઉંમરના પુરાવા (કોઈપણ એક)

  • આધારકાર્ડ અથવા ઈ-આધાર
  • ચૂંટણી કાર્ડ
  • પાનકાર્ડ
  • ડ્રાઇવિંગ લાઈસન્સ
  • શાળા છોડયાનું પ્રમાણપત્ર
  • જન્મ પ્રમાણપત્ર
  • જન્મની તારીખની પુષ્ટિ આપતા સત્તાવાર લેટર હેડ પર અનાથાશ્રમ/ચાઇલ્ડકેર હોમના વડા દ્વારા આપેલી ઘોષણા

PhonePe Personal Loan: ફોન પે દ્વારા પર્સનલ લોન મેળવો, 15 લાખ સુધીની મળી શકે છે પર્સનલ લોન, વાંચો વિગતવાર માહિતી

અરજી કેવી રીતે કરવી?

  • સૌપ્રથમ નીચે દર્શાવેલ વેબસાઈટ પરથી ઓનલાઈન અરજી કરવાની હોય છે, જેમાં અરજદારે નવા યુઝર તરીકે ઓનલાઈન નોંધણી કરવાની આવશ્યક છે.

https://www.passportindia.gov.in/AppOnlineProject/docAdvisor/attachmentAdvFreshInp

  • નોંધણી કર્યા બાદ લૉગિન કરી અરજદારે નવા પાસપોર્ટ માટે પોતાની વિગતો ભરવાની રહેશે.
  • અરજી સાથે જરૂરી દસ્તાવેજ સોફ્ટ કોપીમાં સ્કેન કરી અપલોડ કરવાના રહેશે.
  • પાસપોર્ટ સેવા કેન્દ્ર ની મુલાકાત માટે એપોઇમેન્ટ તારીખ નક્કી કરવાની રહશે અને ફી ની ચુકવણી કરવાની રહેશે.
  • અરજીની રસીદ લીધા બાદ નક્કી કરેલ સમય અને તારીખ ચેક કરવી.
  • પાસપોર્ટ સેવા કેન્દ્રની મુલાકાત સમએ જરૂરી અરજીપત્રક, ફી ની ચુકવણીની રસીદ, જરૂરી અસલ પ્રમાણપત્રો વગેરે સાથે રાખવા.
  • નક્કી કરેલ સમય અને તારીખે અરજદારે 1 થી 2 કલાક વહેલા સ્થળ ઉપર પહોંચી જવું.
  • પાસપોર્ટ સેવા કેન્દ્ર પર અરજદારના બધા અસલ પ્રમાણપત્રોની ચકાસણી કરી, સ્વીકૃતિની રસીદ આપશે.

પાસપોર્ટ માટે એપ દ્વારા અરજી કેવી રીતે કરવી તે જાણો (How to Apply Passport Online Via App)

  • સૌપ્રથમ તમારે MPassport Seva એપ તમારા મોબાઈલમાં ડાઉનલોડ કરવાની રહેશે.
  • ડાઉનલોડ કર્યા બાદ New User Registration ના વિકલ્પ પર ઉપર જવાનું રહેશે.
  • આટલું કર્યા બાદ તમારે તમારી નજીકની પાસપોર્ટ ઓફિસ પસંદ કરવાની રહેશે.
  • હવે તમારે અન્ય જરૂરી માહિતી સાથે નામ, ઈમેલ, જન્મ તારીખ દાખલ કરવાની રહેશે.
  • આટલું કર્યા બાદ તમારે પાસવર્ડ જનરેટ કરવાનો રહેશે.
  • હવે કેપ્ચા દાખલ કરો અને એપ્લિકેશન સબમિટ કરો.
  • અરજી સબમિટ કર્યા બાદ તમારું વેરિફિકેશન પાસપોર્ટ ઓફિસ દ્વારા કરવામાં આવશે.
  • આ પછી વેરિફિકેશન લિંક તમારા ઓફિશિયલ ઈમેલ પર આવશે.
  • તમારે તે લિંક પર લોગ ઇન કરવું પડશે.
  • નવા પાસપોર્ટ માટે અરજી પર ક્લિક કરો.
  • બધી માહિતી દાખલ કરો.
  • ફી ભર્યા પછી, તમારે વેરિફિકેશન માટે પાસપોર્ટ સેન્ટર પર જવા માટે એપોઇન્ટમેન્ટ લેવી પડશે.
  • તમારા દસ્તાવેજોની ચકાસણી પાસપોર્ટ કેન્દ્ર પર કરવામાં આવશે.
  • આ પછી તમારી પાસપોર્ટ બનાવવા માટેની અરજી પૂરી થઈ જશે.

1800-258-1800 આ ટોલ ફ્રી નંબર દ્વારા પણ તમે પાસપોર્ટ વિશેની માહિતી મેળવી શકો છો.

અભયમ્ 181 મહિલા હેલ્પલાઈન – કોઈપણ પ્રકારની મુશ્કેલી સમયે મહિલાઓ માટેની સરકારની યોજના

MPassport Seva App Download (Android & IOS)

AndroidClick Here
IOSClick Here
Passport Seva Online

Comments

No comments yet. Why don’t you start the discussion?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *