મહિલાઓને મળશે 2 લાખ સુધીની લોન સબસિડી સાથે, વાંચો મહિલા સ્વાવલંબન યોજના વિશે વિગતવાર માહિતી

ગુજરાત સરકાર દ્વારા અને કેન્દ્ર સરકાર દ્વારા મહિલાઓ માટે અવનવી યોજનાઓ બહાર પાડવામાં આવતી હોય છે. તેવી જ એક યોજના જેમાં મહિલાને લોન આપવામાં આવે છે અને તેના ઉપર સબસિડી પણ આપવામાં આવે છે તેવી ‘મહિલા સ્વાવલંબન યોજના’ ની માહિતી અમે તમને અહિયાં આપવાના છીએ.

રાજ્યના ગરીબી રેખા હેઠળ જીવતા કુટુંબોની જરૂરિયાતમંદ મહિલાઓને સ્વરોજગારી માટે બેંક લોન આપી અને તેઓને પગભર બનાવવાના હેતુસર મહિલા સ્વાવલંબન યોજના શરૂ કરવામાં આવી છે. અગાઉ આ યોજનાને ઘરદીવડા યોજના તરીકે ઓળખવામાં આવતી હતી જેનું નામ બદલીને મહિલા સ્વાવલંબન યોજના કરવામાં આવેલ છે.

મહિલા સ્વાવલંબન યોજના
સરકારની મહિલા સ્વાવલંબન યોજના હેઠળ મેળવો 2 લાખ રૂપિયાની લોન અને સાથે મળશે આ લોન ઉપર સબસિડી.

મહિલા સ્વાવલંબન લોન યોજના

આ યોજનાનો લાભ લેવા માટે મહિલાની ઉંમર 21 વર્ષથી 50 વર્ષ સુધીની હોવી જોઈએ. ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારમાં રહેતી મહિલાઓ માટે અલગ અલગ આવક મર્યાદા નક્કી કરવામાં આવી છે. જેમાં ગ્રામ્ય વિસ્તારમાં રહેતી મહિલા માટે 1,20,000 ની આવક મર્યાદા લાગુ પડે છે જ્યારે શહેરી વિસ્તારમાં રહેતી મહિલાને 1,50,000 ની વાર્ષિક આવક મર્યાદા લાગુ પડે છે.

દિકરીને માળશે 1,10,000 ની સહાય: વ્હાલી દિકરી યોજના હેઠળ રાજ્ય સરકાર આપશે સહાય, વાંચો વિગતવાર માહિતી

સહાયનું ધોરણ

વ્યક્તિગત – મહત્તમ રૂપિયા બે લાખ (2,00,000) સુધીની બેંક લોન માટે ભલામણ કરવામાં આવે છે. જે અંતર્ગત પ્રોજેક્ટ કોસ્ટના 15% અથવા મહત્તમ રૂપિયા 30,000 બન્નેમાંથી જે ઓછું હોય તે મુજબ સબસિડી મંજૂર કરવામાં આવે છે. આ યોજના હેઠળ લોન સહાય મેળવવા ધંધા/ઉધોગની કુલ 307 ટ્રેડની યાદી ની પીડીએફ નીચે આપેલ છે. જે ડાઉનલોડ કરી જોઈ લેવી.

યોજનામાં ફોર્મ ભરવાની વિગત અને ડોક્યુમેન્ટની વિગતો

આ યોજનાનો અમલ ગુજરાત રાજ્ય મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ મારફતે થાય છે. જિલ્લા કક્ષાએ આ યોજનાનો અમલ કમિશનર શ્રી, મહિલા અને બાળ વિકાસની કચેરી હસ્તકના મહિલા અને બાળ અધિકારી, વર્ગ-1 દ્વારા કરવામાં આવે છે.

આ યોજનાનું અરજી ફોર્મ બે નકલમાં અરજી કરનારને મહિલા અને બાળ અધિકારી, વર્ગ-1 ની કચેરી તેમજ તેમના તાબા હેઠળ આવતી તાલુકાની તમામ કચેરીઓ/સંસ્થાઓમાંથી મળશે.

અરજદારે લોન અરજી બે નકલમાં નીચે મુજબના આધારો સાથે જોડવાની રહેશે.

  • ઉંમરનો પુરાવો (શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, ચૂંટણીકાર્ડ, મેડિકલ સર્ટી પૈકી કોઈપણ એક)
  • આધારકાર્ડ રજૂ કરવાનું રહેશે
  • તાલીમનું/અનુભવનું/આવડતનું પ્રમાણપત્ર
  • મશીનરી/ફર્નિચર/કાચા માલનું/પાકું ભાવપત્રક. (અસલ તથા ઝેરોક્ષ સ્વ પ્રમાણિત કરીને રજૂ કરવાના)
  • રેશનકાર્ડની ઝેરોક્ષ નકલ
  • વાર્ષિક આવકનો દાખલો
  • તમામ દસ્તાવેજો બે નકલમાં સ્વપ્રમાણિત કરી રજૂ કરવાના રહેશે.

અરજી કરવાની પ્રક્રિયા

લાભાર્થીઓએ અરજી ફોર્મ મહિલા અને બાળ વિકાસ અધિકારીની કચેરીએથી મેળવવાનું હોય છે. આ ફોર્મ સાથે ઉપર જણાવ્યા મુજબના ડોક્યુમેન્ટ ની ઝેરોક્ષ સાથે લઈ જઈ સ્વપ્રમાણિત નકલ સાથે જોડી અને ભરીને આપવાનું હોય છે.

Sukanya Samriddhi Yojana: સુકન્યા સમૃદ્ધિ યોજના, વ્યાજદર, ફોર્મ કેવી રીતે ભરવું તેની માહિતી

ફોર્મ આપ્યા બાદ કચેરી દ્વારા ચેક કરીને બધી વિગતો સાચી છે કે કેમ અને ડોક્યુમેન્ટ સાચા છે કે કેમ બધુ ચેક કરી અને પછી બેંકમાં મોકલવામાં આવે છે. બેંકમાં અરજી ગયા બાદ જો તેમને યોગ્ય લાગે તો ફોર્મ અને લોન મંજૂર કરી દેવામાં આવે છે. આટલું થયાં બાદ મહિલા આર્થિક વિકાસ નિગમ દ્વારા જે સબસિડી આપવામાં આવે છે તે ચૂકવવાની પ્રક્રિયા કરવામાં આવતી હોય છે.

307 ટ્રેડની યાદી અને ઠરાવઅહિયાં ક્લિક કરો
Mahila Swavlamban Yojna

Comments

No comments yet. Why don’t you start the discussion?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *