Staff Nurse Recruitment: સ્ટાફ નર્સ વર્ગ-3 ભરતી 2024, કુલ 1903 જગ્યાઓ માટે ઓનલાઈન અરજી શરૂ

કમિશનરશ્રી આરોગ્યન કચેરી, ગાંધીનગર દ્વારા હાલમાં જ સ્ટાફ નર્સ વર્ગ-3 ની કુલ 1903 જગ્યાઓ ભરવા માટે જાહેરાત બહાર પાડવામાં આવી છે. ઉમેદવારો ojas.gujarat.gov.in અને gujhealth.gujarat.gov.in ઉપર જઈને વિગતવાર જાહેરાતની સૂચનાઓ વાંચી શકે છે.

સ્ટાફ નર્સ વર્ગ-3 ભરતી 2024, કુલ 1903 જગ્યાઓ
સ્ટાફ નર્સ વર્ગ-3 ભરતી 2024, કુલ 1903 જગ્યાઓ

કમિશનરશ્રી, આરોગ્ય, તબીબી સેવાઓ અને તબીબી શિક્ષણ,ગાંધીનગરના તાબા હેઠળની રાજ્યની સરકારી હોસ્પિટલો અને સામૂહિક આરોગ્ય કેન્દ્રો ખાતેની સ્ટાફ નર્સ વર્ગ-3 ની કુલ 1903 જગ્યાઓ નીચે જણાવેલ વિગતે સ્પર્ધાત્મક પરીક્ષા લઈ ભરવાની થતી હોઈ, આ જગ્યાઓ માટેની શૈક્ષણિક લાયકાત અને અન્ય ધોરણો ધરાવતા ઉમેદવારો પાસેથી નિયત નમૂનામાં ઓનલાઈન અરજીઓ મંગવવામાં આવે છે.

ઉમેદવારો તારીખ 05/10/2024 ના બપોરે 2:00 વાગ્યાથી તારીખ 03/11/2024 ના રાત્રિના 11:59 કલાક સુધી ઓજસ વેબસાઈટ ના માધ્યમ દ્વારા ઓનલાઈન અરજી કરી શકશે.

સ્ટાફ નર્સ વર્ગ-3 ભરતી 2024

જાહેરાત ક્રમાંક COH/202425/1
ભરતી બોર્ડ કમિશનરશ્રી આરોગ્ય, તબીબી સેવાઓ અને તબીબી શિક્ષણ, ગાંધીનગર
પોસ્ટનું નામ સ્ટાફ નર્સ વર્ગ-3
કુલ જગ્યાઓ 1903
નોટિફિકેશન તારીખ 04/10/2024
અરજી શરૂ થવાની તારીખ 05/10/2024
અરજી બંધ થવાની તારીખ 03/11/2024
અધિકારીત વેબસાઈટ gujhealth.gujarat.gov.in/
Gujarat Staff Nurse Recruitment 2024

સ્ટાફ નર્સ ની કુલ જગ્યાઓ

Gujarat Staff Nurse Vacancies 2024
Gujarat Staff Nurse Vacancies 2024

SSC GD Constable: ધોરણ 10 પાસ ઉપર કોન્સ્ટેબલ અને અન્ય જગ્યાઓ માટે ભરતી, કુલ 39,481 જગ્યાઓ

પગાર ધોરણ

નાણાં વિભાગના ઠરાવની જોગવાઈને આધિન પ્રથમ પાંચ વર્ષ માટે સ્ટાફ નર્સ વર્ગ-3 ને રૂપિયા 40,800 ના માસિક ફિક્સ પગારના પગારથી લાયક ઉમેદવારને પ્રથમ પાંચ વર્ષ માટે કરાર આધારે નિમણૂક આપવામાં આવશે. ત્યારબાદ પાંચ વર્ષની સેવાઓ પૂરી થયેથી તેમની સેવાઓ નિમણૂક સત્તાધિકારીને સંતોષકારક જણાએ સાતમા પગારપંચ મુજબ પે મેટ્રીક્સ લેવલ-5 પગાર ધોરણ રૂપિયા 29,200-92,300 અથવા સરકારશ્રી દ્વારા નિયત કરવામાં આવતા જે તે પગારધોરણમાં નિમણૂક મળવાને પાત્ર ઠરશે.

શૈક્ષણિક લાયકાત

ઈન્ડિયન નર્સિંગ કાઉન્સિલ/ ગુજરાત નર્સિંગ કાઉન્સિલ દ્વારા માન્ય સંસ્થામાંથી મેળવેલ બેઝિક બી.એસ.સી. નર્સિંગ ડિગ્રી ધરાવતા

અથવા

ઓકઝીલરી નર્સ એન્ડ મિડવાઈફ (એએનએમ) અને ફિમેળ હેલ્થ વર્કર (એફએચડબલ્યુ) જેઓ રાજ્ય સરકાર અથવા પંચાયત સેવામાં છેલ્લા 10 વર્ષથી નિયમિત નિમણૂકથી ફરજો બજાવતા હોય અને જાહેરાતમાં દર્શાવ્યા મુજબની બીએસસી નર્સિંગ અથવા જીએનએમની શૈક્ષણિક લાયકાત ધરાવતા હોય તેઓ પણ આ જગ્યા માટે અરજી કરી શકે છે અને તેઓને સરકારશ્રી ના પ્રવર્તમાન નિયમઅનુસાર વયમર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર રહેશે.

કોઈપણ સંજોગોમાં ઉંમર 45 કરતાં વઢવી જોઈએ નહીં. હે તે કચેરીનું વાંધા પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે.

અરજી કરતી વખતે ગુજરાત નર્સિંગ કાઉન્સિલમાં રજિસ્ટર્ડ નર્સ અને રજિસ્ટર્ડ મિડવાઈફનું કાયમી અને સમયાંતરે રિન્યુઅલ કરાવેલ રજીસ્ટ્રેશન હોવું ફરજિયાત છે. અરજીપત્રક મા રજિસ્ટર્ડ નર્સ તેમજ રજિસ્ટર્ડ મિડવાઈફ અથવા સમકક્ષ લાયકાતનો રજીસ્ટ્રેશન નંબર અવશ્ય દર્શાવવાનો રહેશે. અન્ય કોઈપણ આધારો ગ્રાહ્ય રાખવામાં આવશે નહીં.

ગુજરાતી અને હિન્દી બંને ભાષાનું પૂરતું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ.

વય મર્યાદા

અરજી કરવાની છેલ્લી તારીખ 03/11/2024 ના રોજ ઉમેદવારની વય 20 વર્ષથી ઓછી નહીં અને 40 વર્ષથી વધુ હોવી જોઈએ નહીં. તમામ અનામત કેટેગરીના ઉમેદવારોની ઉપલી વયમર્યાદા છૂટછાટ સાથે કોઈ પણ સંજોગોમાં નિયત તારીખે 45 વર્ષથી વધવિ જોઈએ નહીં.

પસંદગી પ્રક્રિયા

પરીક્ષા ઓએમઆર પદ્ધતિથી લેવામાં આવશે. જેમાં નર્સિંગ વિષયના 100 પ્રશ્નો તેમજ ગુજરાતી વિષયના 100 પ્રશ્નો દ્વારા પૂછવામાં આવશે.

પેપર-1 નર્સિંગ વિષયનું રહેશે. જેમાં ફન્ડામેન્ટલ ઓફ નર્સિંગ 20 ગુણ, મેડિકલ સર્જીકલ નર્સિંગ 20 ગુણ, મિડવાઈફરી અને પીડિયાટ્રિક નર્સિંગ 20 ગુણ, મેન્ટલ હેલ્થ અને સાયકિયાટ્રિક નર્સિંગ 20 ગુણ, કોમ્યુનિટી હેલ્થ નર્સિંગ 20 ગુણ આમ કુલ 100 પ્રશ્નો પૂછવામાં આવશે અને દરેક પ્રશ્નનો 1 ગુણ રહેશે. આમ કુલ 100 ગુણનું પ્રશ્નપત્ર રહેશે. આ વિષયો માટેનો અભ્યાસક્રમ ઈન્ડિયન નર્સિંગ કાઉન્સિલ દ્વારા નિર્ધારિત કરેલ સિલેબસ મુજબનો રહેશે.

પેપર-2 ગુજરાતી ભાષાના પેપર માટે પૂછવામાં આવનાર અભ્યાસક્રમ ધોરણ 12 હાયર સેકન્ડરી કક્ષાએથી નીચેનું રહેશે નહીં. જેમાં ભાષા 30 ગુણ, વ્યાકરણ 40 ગુણ અને સાહિત્ય 30 ગુણ એમ કુલ 100 પ્રશ્નો પૂછવામાં આવશે અને દરેક પ્રશ્નનો 1 ગુણ રહેશે. આમ કુલ 100 ગુણનું પ્રશ્નપત્ર રહેશે.

દરેક ખોટા પ્રશ્નના જવાબ માટે 0.25 ગુણ બાદ કરવામાં આવશે.

સ્પર્ધાત્મક પરીક્ષા માટે નર્સિંગ વિષયને લગતી પરીક્ષા પેપર-1 100 ગુણની રહેશે જેમાં પાસ થવા માટે 40 ટકા ગુણ જરૂરી છે. પરીક્ષા માટે બે કલાકનો સમય રહેશે. પરીક્ષા ગુજરાતી અથવા અંગ્રેજી ભાષામાં આપી શકાશે.

ગુજરાતી ભાષાની પરીક્ષા પેપર-2 100 ગુણની રહેશે જેમાં પાસ થવા માટે 35 ટકા ગુણ જરૂરી છે. પરીક્ષા ફક્ત ગુજરાતી ભાષામાં જ આપી શકાશે.

બંને પરીક્ષામાં પાસ થવું જરૂરી છે. પરંતુ નર્સિંગના વિષયમાં તેમજ ગુજરાતી ભાષાના બંને પેપરમાં મેળવેલ ગુણના આધારે મેરીટ લિસ્ટ બનાવવામાં આવશે.

પરીક્ષા ફી

જનરલ કેટેગરી સિલેકટ કરનાર ઉમેદવારો માટે અરજી ફી રૂપિયા 300 + પોસ્ટ ઓફીસ ચાર્જ (ઓનલાઈન ફી ભરવાના કિસ્સામાં રૂપિયા 300+ ફી ચાર્જ) ભરવાનો રહેશે.

અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, આર્થિક રીતે નબળા વર્ગ, દિવ્યાંગ અને માજી સૈનિક ઉમેદવારો માટે સરકારશ્રીના પ્રવર્તમાન નિયમોનુસાર ફી ભરવાની રહેશે નહીં.

પોસ્ટ ઓફીસમાં તેમજ ઓનલાઈન ફી ભરવાની છેલ્લી તારીખ 04/11/2024 ના પોસ્ટ ઓફીસ કામકાજ સમય સુધી રહેશે.

RRB NTPC Recruitment: ભારતીય રેલ્વેમાં 12 પાસ અને ગ્રેજ્યુએશન ઉપર મોટી ભરતી, વાંચો વિગતવાર માહિતી

ઓફિશિયલ નોટિફિકેશનઅહિયાં ક્લિક કરો
ઓનલાઈન અરજી કરોઅહિયાં ક્લિક કરો
હોમ પેજ ઉપર જાઓઅહિયાં ક્લિક કરો
Gujarat Staff Nurse Recruitment 2024 Apply Online

Comments

No comments yet. Why don’t you start the discussion?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *