102 સરકારી સેવાઓ એક જ પ્લેટફોર્મ પર, હવે ઓનલાઈન વિવિધ સરકારી ફોર્મ અને તેની માહિતી મેળવો

સરકાર દ્વારા હવે બધુ ધીમે ધીમે ડિજિટલ કરી દેવામાં આવ્યું છે તેવામાં વિવિધ સરકારી સેવાઓના ફોર્મ અને તેની માહિતી અને ઓનલાઈન અરજીની વિગતો તમને એક જ જગ્યાએથી મળી રહે તે માટે પ્રયાસ કરવામાં આવેલ છે. એક જ પ્લેટફોર્મ ઉપરથી તમને 102 જેવી સરકારી સેવાઓ અને યોજનાઓના ફોર્મ મળી રહેશે.

102 Government Services Under One Roof
102 Gujarat Government Services Online On Every District Collector Office Website (102 સરકારી સેવાઓ હવે ઓનલાઈન)

નીચે આપેલ 102 જેટલી સરકારી સેવાઓ માત્ર એક જ સ્થળેથી ઉપલબ્ધ થાય છે. નીચે દર્શાવેલ તમામ 102 સરકારી સેવાઓનો લાભ લેવા જે તે જિલ્લાની કલેકટર કચેરની સત્તાવાર વેબસાઈટના હોમ પેજ ઉપર નીચેની જગ્યાએ “102 Government Services Under One Roof” એવો વિભાગ છે જેમાં અલગ અલગ કેટેગરી વાઈઝ બધી 102 સેવાઓનું લિસ્ટ આપવામાં આવેલ છે.

આપેલા લિસ્ટમાંથી કોઈપણ એક સેવાની લિંક ઉપર ક્લિક કરવાથી જે તે સેવાનું નવું પેજ ખુલશે. નવા પેજમાં જે તે સેવા સંબંધિત માહિતી જેવી કે અરજીપત્રકની પીડીએફ, અરજી કોને કરવી, અરજી નિકાલનો સમયગાળો, ફી અને જરૂરી દસ્તાવેજ વિશેની વિગતો આપેલી છે. જન સેવા કેન્દ્ર 102 જાહેર સેવાઓ માટે એક સ્ટોપ સોલ્યુશન પ્રદાન કરે છે.

વિધવા મહિલાઓને આ યોજના હેઠળ મળશે દર મહીને 1250 ની સહાય, વાંચો ગંગા સ્વરૂપા વિધવા પેન્શન સહાય યોજના વિશે

જન સેવા કેન્દ્ર 102 જાહેર સેવાઓનું લિસ્ટ

અહિયાં નીચે વિવિધ સેવાઓ જે સરકાર દ્વારા વિવિધ જિલ્લાઓની કલેકટર કચેરની વેબસાઈટ ઉપર મૂકવામાં આવેલ છે તેની વિગત આપેલ છે. આટલી સેવાઓ તમને ઓનલાઈન માહિતી સાથે, અરજી ફોર્મ સાથે, કેટલા સમયમાં પૂર્ણ થશે તેની બધી જ માહિતી મળી રહેશે.

Certificate – પ્રમાણપત્ર

બીનઅનામત વર્ગનું જાતિનું પ્રમાણપત્ર મેળવવા બાબત
આર્થિક રીતે નબળા વર્ગના (EWS) અનામતનો લાભ લેવા માટે પ્રમાણપત્ર મેળવવા બાબત – ગુજરાત સરકાર
આર્થિક અને મિલકતથી પછાત વર્ગના (EWS) અનામતનો લાભ લેવા માટે પ્રમાણપત્ર મેળવવા બાબત – ભારત સરકાર
સોલવન્સી સર્ટીફીકેટ મેળવવા બાબત
આવક અંગેનું પ્રમાણપત્ર મેળવવા બાબત
પછાત વગના ઉમેદવારોએ ર્નોન ક્રીમીલેયર પ્રમાણપત્ર મેળવવા અંગે અરજી
ધાર્મિક અને ભાષાકીય લઘુમતી અંગેનું પ્રમાણપત્ર મેળવવા બાબત
સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગનું પ્રમાણપત્ર મેળવવા બાબત
અનુસુચિત જાતિ/અનુસુચિત જનજાતિ માટેનું પ્રમાણપત્ર મેળવવા બાબત
રહેઠાણ અંગેનું પ્રમાણપત્ર મેળવવા બાબત (ફકત રોજગાર વિનિમય કચેરીમાં નામ નોંધાવવા માટે)
ડોમીસાઈલ સર્ટીફીકેટ ઈસ્યુ કરવા બાબત
વારસાઈ પ્રમાણપત્ર આપવા બાબત
વિધવા હોવા અંગેનું તથા આવકનું પ્રમાણપત્ર મેળવવા બાબત
Gujarat Government Online Services

Magisterial – મેજિસ્ટ્રેલ

સ્વરક્ષણ માટેના પરવાનો રીન્યુ કરવા બાબત
જાહેર મનોરંજનની જગ્યાઓ માટેના કરેલ નિયમો અન્વયે કાર્યક્રમ માટે બુકિંગ લાયસન્સ મેળવવા અંગે
પેટ્રોલીયમ સ્ટોરેજ માટે ના વાંધા પ્રમાણપત્ર મેળવવા બાબત
જાત રક્ષણ માટે હથિયાર પરવાનો મેળવવા બાબત
જાતરક્ષણ હથિયાર પરવાનો ડુપ્લીકેટ મેળવવા બાબત
દારૂખાનાનું ઉત્પાદન કરવાનો પરવાનો મેળવવા અંગે
દારૂખાના વેચાણનો કાયમી પરવાનો મળવા અંગે
દારૂખાનાના વેચાણ માટેનો હંગામી પરવાનો મેળવવા અંગે
દારૂખાના વેચાણ પરવાનો રિન્યુ કરવા બાબત
પેટ્રોલીયમ એકટ ૧૯૩૪ હેઠળ સ્ટોરેજ લાયસન્સ મેળવવા બાબત
ઝેરી જણસોનો સંગ્રહ કરવા માટેનો પરવાનો મેળવવા બાબત
આહાર ગૃહ માટે નોંધણી પ્રમાણપત્ર મેળવવા બાબત
આહારગૃહ પ્રમાણપત્ર રીન્યુ કરવા અંગે
વિડીયો સીનેમા લાયસન્સ મેળવવા બાબત
ડિશ એન્ટેના લાયસન્સ
સોલ્વંટ પરવાના આપવા બાબત
જાત રક્ષણ માટે હથિયાર પરવાનો ટેક ઓવર કરવા બાબત
સ્વ રક્ષણ માટેના પરવાનામાં જર્ની લાયસન્‍સ આપવા બાબત
સ્‍વ રક્ષણ માટેના પરવાનામાં હથિયાર વધારવા/ખરીદ કરવા મુદત વધારવા બાબત
સ્‍વ રક્ષણ માટેના પરવાનામાં હથિયાર ખરીદવા જવા N.O.C આપવા બાબત
જાતરક્ષણ હથિયાર પરવાનો રદ કરવા બાબત
જાત રક્ષણ માટે હથિયાર પરવાનામાં રીટેઇનર તરીકે નામ દાખલ કરવા બાબત
સ્‍વ રક્ષણ માટેના પરવાનાનું હથિયાર વેચાણ કરવા બાબત
પાક રક્ષણ માટેના પરવાના રીન્‍યુ કરવા બાબત
સ્‍વ રક્ષણ માટેના પરવાનામાં હથિયાર વર્ણન દાખલ કરવા બાબત
જાહેર મનોરંજનની જગ્યાઓ માટેના કરેલ નિયમો અન્વયે કાર્યક્રમ માટે પરફોર્મન્સ લાયસન્સ મેળવવા અંગે
Gujarat Government Online Services

મહિલાઓને મળશે 2 લાખ સુધીની લોન સબસિડી સાથે, વાંચો મહિલા સ્વાવલંબન યોજના વિશે વિગતવાર માહિતી

Miscellaneous – પ્રકિર્ણ

મહિલા પ્રધાન ક્ષેત્રિય બચત યોજનાની એજન્સી મળવા બાબત
સોગંદનામું (એફીડેવીટ)
સીનીયર સીટીઝન હોવા અંગેનું પ્રમાણપત્ર મેળવવા અંગે. (જી .ખેડા)
જન્મ/લગ્ન/મરણ/પોલીસ કલીયન્સ પ્રમાણપત્ર/સ્કુલ લીવીંગ સર્ટી/એફીડેવીટ/વેપાર/વાણિજય/નિકાસને લગતા પ્રમાણપત્ર પ્રમાણિત કરવા બાબત
શૈક્ષણિક હેતુ માટે નેશનાલીટી સર્ટીફીકેટ મેળવવા બાબત
Gujarat Government Online Services

Revenue – મહેસૂલ

ગામ તળ માટે જમીન નીમ કરવા બાબત
સરકારી ખાતા / કચેરીઓને જમીનની માંગણી બાબત
રજીસ્ટર્ડ સંસ્થા/સહકારી મંડળી/ટ્રસ્ટ એ સરકારી પડતર જમીન બીનખેતીના હેતુ મેળવવા અંગે
સરકારી પડતર જમીન ખેતીના હેતુ માટે સહકારી મંડળીઓની માંગણી બાબત
સામાજીક વનીકરણ કરવા માટે જમીનની માંગણી બાબત
ઝીંગા ઉછેર / મત્સ્ય ઉદ્યોગ માટે જમીનની માંગણી બાબત
વ્યક્તિગત કિસ્સામાં સરકારી પડતર જમીનની માંગણી (ખેતી હેતુ માટે / લેન્ડ કચેરી દ્વારા)
બીનખેતીના હેતુ માટે વ્યક્તિગત રીતે સરકારી પડતર જમીનની માંગણી
બીનખેતીના હેતુ માટે વ્યક્તિગત રીતે સરકારી પડતર જમીનની માંગણી (ફક્ત અપંગ અરજદારો માટે જ)
બીનખેતીના હેતુ માટે વ્યક્તિગત રીતે સરકારી પડતર જમીનની માંગણી (ફક્ત સરકારી કર્મચારીઓ માટે જ)
બિનખેતીના હેતુ માટે વ્યક્તિગત સરકારી પડતર જમીનની માંગણી (ફક્ત માજી સૈનિકો માટે જ)
રસ્તા પૈકીની/સી.સ.નંબર પૈકીની/મિલ્કત વેચાણ/ભાડાપટ્ટે આપવા બાબત (નગરપાલિકા/નગર પંચાયત વિસ્તાર માટે)
સ્મશાન/કબ્રસ્તાન માટે જમીન નીમ કરવા બાબત
મીઠા ઉદ્યોગ માટે જમીન ભાડાપટ્ટે મેળવવા અંગે
ગામતળ અને સીમ તળના વાડા કાયમ કરવા બાબત
પંચાયત હસ્તક ઝાડ કાપવાની મંજુરીની માંગણી અંગે
ખેતીની જમીનમાં / માલિકીની જગ્યામાં આવેલ લીલા ઝાડ કાપવાની મંજુરી બાબત (ખાનગી માલિકીની જમીનમાં)
જમીનની બીનખેતી ઉપયોગ કરવાની પરવાનગી મેળવવા અંગે જોગવાઈ
ખેતીના હેતુ માટે ગણોતધારા હેઠળ પ્રતિબંધિત સત્તા પ્રકાર (પ્ર.સ.પ્ર.)ના નિયંત્રણો દુર કરવા બાબત
ખેતીના હેતુ માટે નવી શરતના નિયંત્રણો દૂર કરવા બાબત (૬૦ પટ્ટના ધોરણે)
ગણોતધારાની કલમ-૬૩ અન્વયે મંજુરી
ગણોતધારાની કલમ-૬૩/AA અન્વયે મંજુરી
ગણોતધારા કલમ-૪૩ હેઠળ ખેતીના હેતુ માટે જમીન તબદીલ કરવાની મંજુરી બાબત
નવી શરત ગણોતધારાની કલમ-૪૩ હેઠળ બિનખેતીના હેતુ માટે નિયંત્રણમાંથી મુક્તિ આપવા બાબત
એકત્રીકરણ યોજના હેઠળ બ્લોક વિભાજનની મંજુરી આપવા બાબત
જમીન મહેસુલ કાયદાની કલમ ૬૫-ખ મુજબ ઔદ્યોગિક હેતુ માટે મંજુરી
ખેતીની જમીનો એકત્રિત કરવા બાબત
ખેડુત ખાતેદાર હોવા અંગેનો દાખલો મેળવવા બાબત
નાના / સીમાંત ખેડુત હોવાનો દાખલો મેળવવા બાબત
નાની બચત યોજનાની એન.એસ.સી./કે.વી.પી./માસિક આવક યોજનાની એજન્સી બાબત
નકલ માટેની અરજીઓ નિકાલ કરવા બાબત
Gujarat Government Online Services

Right To Information – માહિતીનો અધિકાર

માહિતી મેળવવા માટેની અરજીનો નમૂનો
Gujarat Government Online Services

Social Security – સામાજિક સુરક્ષા

વિધવા સહાય મેળવવા બાબત
Gujarat Government Online Services

Supply – પુરવઠો

નવું રેશન કાર્ડ મેળવવા બાબત
અલગ રેશન કાર્ડ મેળવવા બાબત
ડુપ્લીકેટ રેશન કાર્ડ મેળવવા બાબત
રેશન કાર્ડમાં નામ દાખલ કરવા બાબત
રેશન કાર્ડમાંથી નામ કમી કરવા બાબત
રેશન કાર્ડમાં સરનામું ફેરફાર કરવા બાબત
સ્થળાંતર કરવાને કારણે રેશનકાર્ડમાં કમી કર્યાની નોંધ કરવા બાબત
રેશન કાર્ડમાં નામ અથવા સુધારા-વધારા (સરનામા સિવાય)ની નોંધ કરવા બાબત
સંસ્થાકીય કાર્ડ આપવા બાબત
છુટક – જથ્થાબંધ-ઉત્પાદક અને પેટ્રોલીયમ પેદાશોના (જથાબંધ કે છુટક) પરવાના આપવા બાબત
છુટક/જથ્થાબંધ/ઉત્પાદક અને પેટ્રોલીયમ પેદાશોના (જથ્થાબંધ કે છુટક) પરવાનામાં સ્થળફેર બાબત
છુટક / જથ્થાબંધ /ઉત્પાદક અને પેટ્રોલીયમ પેદાશોના પરવાનામાં ભાગીદારી ફેરફાર બાબત
નવી પંડીત દીનદયાલ ગ્રાહક ભંડાર (વ્યાજબી ભાવની સરકાર માન્ય દુકાન) મંજુર કરવા બાબત
Gujarat Government Online Services

102 સરકારી સેવાઓનો લાભ કેવી રીતે લેવો?

તમારા જિલ્લાની કલેકટર કચેરીની વેબસાઈટ ઉપર જઈને નીચે ફોટામાં આપેલ “102 Government Services Under One Roof” લખેલું હશે તેની નીચે આ બધી સેવાઓ આપેલી હશે. જે તે સેવા ઉપર ક્લિક કરશો એટલે તેની વિગતો તમને તમારી સ્ક્રીન ઉપર દેખાશે.

ધારો કે મારી કલેકટર કચેરી ગાંધીનગર જિલ્લામાં લાગે છે તો હું આ વેબસાઈટ ગૂગલમાં સર્ચ કરીશ. Collectorate – District Gandhinagar.

દિકરીને માળશે 1,10,000 ની સહાય: વ્હાલી દિકરી યોજના હેઠળ રાજ્ય સરકાર આપશે સહાય, વાંચો વિગતવાર માહિતી

નિષ્કર્ષ:-

આમ, તમે ઉપર મુજબની 102 તમામ સરકારી સેવાઓનો લાભ હવેથી તમારી જે તે કલેકટર કચેરી લાગતી હોય તેની વેબસાઈટ ઉપર જઈને માહિતી મેળવી શકો છો અને તેનો સમયગાળો કેટલો લાગે છે, તેની ફી કેટલી છે અને અરજી ફોર્મ પણ ત્યાંથી મેળવી શકો છો. જો તમને ખ્યાલ ન આવે તો કોમેન્ટ બોક્સમાં જણાવો તો અમે તમારી મદદ કરીશું. આભાર.

1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *