દિવ્યાંગ ઓળખકાર્ડ અને એસ.ટી. બસમાં મફત મુસાફરીની યોજના, વાંચો વિગતવાર માહિતી

Gujarat Free Bus Pass Yojana: ગુજરાત સરકાર દ્વારા અવનાવી યોજનાઓ બહાર પાડવામાં આવતી હોય છે. આજે અહિયાં તમને એવી જ એક યોજના જે દિવ્યાંગ ઓળખકાર્ડ અને એસ.ટી. બસમાં મફત મુસાફરીની છે તેના વિશે માહિતી આપવાના છીએ.

તમને જણાવી દઈએ કે દિવ્યાંગ ઓળખકાર્ડ અને એસ.ટી. બસમાં મફત મુસાફરીની યોજના એ 100 ટકા રાજ્ય સરકાર તરફથી આપવામાં આવતી યોજના છે. 40 ટકા અથવા તો તેનાથી વધારે દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિને આ યોજનાનો લાભ આપવામાં આવે છે.

દિવ્યાંગ ઓળખકાર્ડ અને એસ.ટી. બસમાં મફત મુસાફરીની યોજના

ગુજરાત દિવ્યાંગ ઓળખકાર્ડ અને એસ.ટી. બસમાં મફત મુસાફરીની યોજના – Gujarat Free Bus Pass Yojana

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર પરિવહનની તમામ પ્રકારીની બસો હોય જે ગુજરાત રાજ્યની હદમાં હોય તે આ યોજના હેઠળ લાભાર્થીને વિનામૂલ્યે મુસાફરી કરવાનો લાભ આપવામાં આવે છે. આ દિવ્યાંગતાની ટકાવારીની વિગતો નીચે આપેલ છે જે જોઈ લેવી.

દિવ્યાંગતાની ટકાવારી મુજબ લાભ

દિવ્યાંગતામળવાપાત્ર યોજનાનો લાભ
અંધત્વ૪૦ ટકા કે તેથી વધુ બસ પાસ ૮૦ ટકા કે તેથી વધુ દ્રષ્ટિવિષયક દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિ તથા તેના સહાયકને વિના મૂલ્ય મુસાફરીનો લાભ મળવાપાત્ર રહેશે.
આનુવંશિક કારણોથી થતો સ્નાયુક્ષય૪૦ ટકા કે તેથી વધુ બસ પાસ
સાંભળવાની ક્ષતિ૪૦ ટકા કે તેથી વધુ બસ પાસ ૮૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિ મફત મુસાફરી અને તેના સહાયકને ટીકીટ ભાડામાં ૫૦ ટકા રાહત
ક્રોનિક ન્યુરોલોજીકલ સ્થિતિ૪૦ ટકા કે તેથી વધુ બસ પાસ ૮૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિ મફત મુસાફરી અને તેના સહાયકને ટીકીટ ભાડામાં ૫૦ ટકા રાહત
સામાન્ય ઇજા જીવલેણ રકતસ્ત્રાવ૪૦ ટકા કે તેથી વધુ બસ પાસ.
ઓછી દ્રષ્ટી૪૦ ટકા કે તેથી વધુ બસ પાસ ૮૦ ટકા કે તેથી વધુ દ્રષ્ટિવિષયક દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિ તથા તેના સહાયકને વિના મૂલ્ય મુસાફરીનો લાભ મળવાપાત્ર રહેશે.
ધ્રુજારી સ્નાયુબધ્ધ કઠોરતા૪૦ ટકા કે તેથી વધુ બસ પાસ ૮૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિ મફત મુસાફરી અને તેના સહાયકને વિના મૂલ્ય મુસાફરીનો લાભ મળવાપાત્ર રહેશે.
બૌધ્ધિક અસમર્થતા૪૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિ તથા સહાયકને વિના મૂલ્યે મફત મુસાફરીનો લાભ મળવાપાત્ર થશે.
હિમોગ્લોબિનની ઘટેલી માત્રા૪૦ ટકા કે તેથી વધુ બસ પાસ ૮૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિ તથા તેના સહાયકને વિના મૂલ્ય મુસાફરીનો લાભ મળવાપાત્ર રહેશે.
રકતપિત-સાજા થયેલા૪૦ ટકા કે તેથી વધુ બસ પાસ ૮૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિ મફત મુસાફરી અને તેના સહાયકને વિના મૂલ્ય મુસાફરીનો લાભ મળવાપાત્ર રહેશે.
દીર્ધ કાલીન અનેમિયા૪૦ ટકા કે તેથી વધુ બસ પાસ
એસીડના હુમલાનો ભોગ બનેલા૪૦ ટકા કે તેથી વધુ બસ પાસ
હલન ચલન સથેની અશકતતા(૧) ૪૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતાને ફક્ત એસ.ટી બસ પાસ (૨) ૮૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા વ્યક્તિને પોતાને વિના મૂલ્યે મુસાફરીનો લાભ મળશે જ્યારે તેના સહાયકને વિના મૂલ્ય મુસાફરીનો લાભ મળવાપાત્ર રહેશે.
સેરેબલપાલ્સી૪૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિને પોતાને તેમજ તેના સહાયકને ૧૦૦ ટકા મફત મુસાફરીનો લાભ મળવાપાત્ર રહેશે.
વામનતા૪૦ ટકા કે તેથી વધુ બસ પાસ.
માનસિક બિમાર૪૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિ મફત મુસાફરી અને તેના સહાયકને ટીકીટ ભાડામાં ૫૦ ટકા રાહત ૮૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિ તથા તેના સહાયકને વિના મૂલ્ય મુસાફરીનો લાભ મળવાપાત્ર રહેશે.
બહુવિધ સ્કલેરોસિસ-શરીરની પેશીઓ કઠણ થવાની વિક્રુતિ૪૦ ટકા કે તેથી વધુ બસ પાસ ૮૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિ તથા તેના સહાયકને વિના મૂલ્ય મુસાફરીનો લાભ મળવાપાત્ર રહેશે.
ખાસ અભ્યાસ સંબંધિત દિવ્યાંગતા૪૦ ટકા કે તેથી વધુ બસ પાસ
વાણી અને ભાષાની અશકતતા૪૦ ટકા કે તેથી વધુ બસ પાસ
ચેતાતંત્ર-ન્યુરોનીવિકાસલક્ષી સ્થિતિમાં ક્ષતિ૪૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિ મફત મુસાફરી અને તેના સહાયકને ટીકીટ ભાડામાં ૫૦ ટકા રાહત ૮૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિ તથા તેના સહાયકને વિના મૂલ્ય મુસાફરીનો લાભ મળવાપાત્ર રહેશે.
મલ્ટીપલ ડિસેબીલીટી૪૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિને પોતાને તેમજ તેના સહાયકને ૧૦૦ ટકા મફત મુસાફરીનો લાભ મળવાપાત્ર રહેશે.

એસ.ટી. મફત પાસ યોજનામાં રજૂ કરવાના ડોક્યુમેન્ટ

  • રહેઠાણ નો પુરાવો (રેશન કાર્ડ/વીજળી બીલ/ડ્રાઇવિંગ લાઈસન્સ/આધાર કાર્ડ/ચૂંટણી કાર્ડ પૈકી કોઈ પણ એક)
  • ઉમર નો પુરાવો (શાળા છોડ્યા નું પ્રમાણપત્ર/મેડિકલ પ્રમાણપત્ર/જન્મનો દાખલો(તલાટી/નગર પંચાયત રેકર્ડ ઉપરનો) પૈકી કોઈ પણ એક)
  • જિલ્લા સિવિલ સર્જનશ્રી/તબીબ અધિક્ષકશ્રી નું દિવ્યાંગતાની ટકાવારી દર્શાવતુ દિવ્યાંગ મેડિકલ પ્રમાણપત્ર
  • અરજદારની સહી
  • અરજદારનો ફુલ ફોટો

એસ.ટી. મફત પાસ યોજના માહિતી

આ યોજના હેઠળ દિવ્યાંગ વ્યક્તિને ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમની તમામ પ્રકારની બસોમાં રાજ્યની અંદર તેમજ ગુજરાત રાજ્ય બહાર મુસાફરીના કિસ્સામાં બસ રૂટના રાજ્ય બહાર આવેલા અંતિમ સ્ટેશન સુધી મફત મુસાફરીનો લાભ મળવાપાત્ર છે.

આ યોજના હેઠળ esamajkalyan.gujarat.gov.in પોર્ટલ પર ઓનલાઇન અરજી સ્વીકારવામાં આવે છે તેમજ આ યોજનનો લાભ ડીજીટલ ગુજરાત પોર્ટલ ઉપરથી ડીજીટલ સેવા સેતુ અંતર્ગત ઇ-ગ્રામ કેન્દ્રો ” મારફતે માત્ર એક જ દિવસમાં અપાય તેવી સુવિધા ઉપલબ્ધ કરવામાં આવેલ છે. ઓનલાઇન આવેલ અરજીઓની ચકાસણી કરી મંજૂર કરવાની સત્તા સંબંધિત જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની છે.

Source: https://sje.gujarat.gov.in & https://esamajkalyan.gujarat.gov.in

Comments

No comments yet. Why don’t you start the discussion?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *