GPSC સિવિલ સેવા પરીક્ષા (ક્લાસ 1-2) પરીક્ષા વિશે વિગતવાર માહિતી

નમસ્કાર મિત્રો, આજે આપણે અહિયાં ગુજરાત જાહેર સેવા આયોગ જેને ટૂંકમાં જીપીએસસી (GPSC) કહેવામાં આવે છે તેના દ્વારા લેવામાં આવતી સિવિલ સેવા પરીક્ષા વિશે સંપૂર્ણ માહિતી આપવાના છીએ. જે પરીક્ષા પાસ કરીને તમે ડેપ્યુટી કલેકટર, નાયબ મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી જેવા પોસ્ટ ઉપર નોકરી કરી શકો છો.

ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા ઘણી બધી પરીક્ષાઓ લેવામાં આવતી હોય છે. જેમાં સિવિલ સેવા પરીક્ષા (ક્લાસ 1-2) ની તૈયારી દર વર્ષે ઘણા બધા વિધાર્થીઓ કરતાં હોય છે. આ પરીક્ષાની પદ્ધતિ વિશે આજે અમે તમને સંપૂર્ણ માહિતી આપવાના છીએ તો ધ્યાનથી વાંચજો.

GPSC સિવિલ સેવા પરીક્ષા (ક્લાસ 1-2) પરીક્ષા વિશે વિગતવાર માહિતી
વાંચો ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા લેવામાં આવતી સિવિલ સેવા પરીક્ષા (ક્લાસ 1-2) ની તૈયારી કેવી રીતે કરવી.

GPSC સિવિલ સેવા પરીક્ષા પદ્ધતિ શું છે?

મિત્રો સિવિલ સેવા પરીક્ષામાં તમારે ત્રણ તબક્કામાં પરીક્ષા લેવામાં આવે છે. (1) પ્રિલિમ પરીક્ષા, (2) મેન્સ પરીક્ષા અને (3) ઈન્ટરવ્યૂ પરીક્ષા. આ ત્રણ તબક્કામાં પરીક્ષા આપવાની હોય છે.

1) પ્રિલિમ પરીક્ષા વિશે માહિતી

પ્રિલિમ પરીક્ષામાં બે પેપર લેવામાં આવે છે. જેમાં (1) જનરલ સ્ટડી-1 અને (2) જનરલ સ્ટડી-2. જેમાં જનરલ સ્ટડી-1 ના પેપરમાં ચાર અલગ અલગ વિષયમાંથી પ્રશ્ન પૂછવામાં આવે છે. જેમાં ઈતિહાસ, સાંસ્કૃતિક વારસો, ભારતનું બંધારણ અને સામાન્ય બૌદ્ધિક ક્ષમતા આ ચાર વિષયોમાંથી પ્રશ્ન પૂછવામાં આવે છે.

જનરલ સ્ટડી-2 માં પણ ચાર વિષયોમાંથી પ્રશ્ન પૂછવામાં આવે છે. જેમાં ભૂગોળ, અર્થતંત્ર અને આયોજન, વિજ્ઞાન અને ટેકનોલોજી અને કરંટ અફેર્સ. આ ચાર વિષયોમાંથી પ્રશ્ન પૂછવામાં આવે છે. બંને પેપર MCQ પ્રકારના હોય છે. બંને પેપર 200 માર્કસ ના અને 200 પ્રશ્ન પૂછવામાં આવે છે.

એક પ્રશ્ન એક માર્કસનો હોય છે. મિત્રો આ પરીક્ષામાં બે ભાષામાં પેપર આવે છે. જેમાં ગુજરાતી અને અંગ્રેજી એમ બે ભાષામાં પેપર પ્રિન્ટ કરેલું આવે છે. નેગેટિવ માર્કિંગ હોય છે જેમાં તમારે ત્રણ પ્રશ્ન ખોટા પડે તો તમારો એક માર્કસ જાય છે. આ પેપરોમાં તમને ત્રણ કલાકનો સમય આપવામાં આવે છે.

પ્રિલિમ પરીક્ષામાં પાસ થવા માટે કટ ઓફ નક્કી હોતું નથી. પરંતુ જેટલી જગ્યાઓ GPSC દ્વારા બહાર પાડવામાં આવી હોય છે તેના 15 ગણા ઉમેદવારોને પાસ કરવામાં આવે છે. જે કેટેગરી વાઈઝ પાસ કરવામાં આવશે.

2) મુખ્ય પરીક્ષા વિશે માહિતી

પ્રિલિમ પરીક્ષામાં પાસ થયેલ ઉમેદવારોને જ આ પરીક્ષા આપવા મળે છે. આ પરીક્ષામાં કુલ 6 પેપર હોય છે. આ બધા જ પેપર વરણાત્મક પ્રકારના હોય છે એટલે કે તમારે આ બધા પેપર લખવાના હોય છે.

(1) ગુજરાતી ભાષાનું હોય છે જેમાં ગુજરાતી ભાષા અને વ્યાકરણના પ્રશ્નો પૂછવામાં આવે છે. (2) પેપર અંગ્રેજી ભાષાનું હોય છે તેમાં પણ ભાષા અને વ્યાકરણના પ્રશ્નો પૂછવામાં આવે છે. (3) નિબંધ લેખનું પેપર હોય છે. જેમાં ત્રણ ભાગ પડેલા હોય છે જેમાં ત્રણ નિબંધ લખવાના હોય છે. જે 900 શબ્દોની મર્યાદામાં નિબંધ લખવાનો હોય છે.

(4) સામાન્ય અભ્યાસ-1 નું પેપર હોય છે. જેમાં ઇતિહાસ, ભૂગોળ અને સંસ્કૃતિક વારસો જેવા વિષયોમાંથી પ્રશ્ન પૂછવામાં આવશે. (5) સામાન્ય અભ્યાસ-2 નું પેપર હોય છે. જેમાં ભારતની આખી શાસન વ્યવસ્થા, બંધારણ, લોકપ્રશાસન, રાજ્ય સરકારના કાર્યો વગેરે જેવા વિષયોમાંથી પ્રશ્ન પૂછવામાં આવશે.

6) સામાન્ય અભ્યાસ-3 નું હોય છે. જેમાં વિજ્ઞાન અને ટેકનોલોજી, અર્થતંત્ર અને આયોજન અને કરંટ અફેર્સ ને લગતા પ્રશ્ન પૂછવામાં આવે છે. જે બધા જ પેપર 150 માર્કસના છે. કુલ 900 માર્કસના પેપર થાય છે. જે ખૂબ જ અગત્યના છે. મેરીટ માટે આ છ પેપર બહુ જ ઉપયોગી છે માટે વધુમાં વધુ માર્કસ લાવવા જરૂરી છે.

મેન્સ પરીક્ષા તમે ગુજરાતી ભાષામાં અને અંગ્રેજી ભાષામાં પણ આપી શકો છો. કોઈ એક જ પેપરના અમુક પ્રશ્નો અંગ્રેજીમાં ય લખી શકો છો અને ગુજરાતીમાં પણ લખી શકો છો. ભાષા સિવાયના પેપર તમે બંને ભાષામાં લખી શકો છો. ગુજરાતીનું પેપર તમારે ગુજરાતીમાં અને અંગ્રેજીનું પેપર અંગ્રેજીમાં લખવાનું રહેશે.

તમે પહેલો પ્રશ્ન ગુજરાતી ભાષામાં સારી રીતે આવડે છે તો તમે તે પ્રશ્ન ગુજરાતીમાં લખી શકો છો અને તમને એમ લાગે છે કે આગળનો પ્રશ્ન હવે હું અંગ્રેજી ભાષામાં સારી રીતે લખી શકીશ તો પછી તમે તે પ્રશ્ન અંગ્રેજી ભાષામાં લખી શકો છો. આમ માત્ર GPSC દ્વારા જ આ સુવિધા આપવામાં આવે છે.

900 માર્કસમાંથી સારા માર્કસ જે લાવશે તે વિધાર્થીઓને ઈન્ટરવ્યૂ પરીક્ષા માટે બોલાવવામાં આવશે. જેમાં ત્રણ ગણા ઉમેદવારોને ઈન્ટરવ્યૂ પરીક્ષા માટે બોલાવવામાં આવે છે.

3) ઈન્ટરવ્યૂ પરીક્ષા વિશે માહિતી

GPSC સિવિલ સેવા પરીક્ષાની ઈન્ટરવ્યૂ પરીક્ષા એ 100 માર્કસની હોય છે. જેમાં GPSC ના સભ્યો અને અન્ય લોકો સાથે એક બોર્ડ બનાવવામાં આવે છે અને તેમના દ્વારા આ ઈન્ટરવ્યૂ પરીક્ષા લેવામાં આવે છે. જેમાં ઉમેદવારની પર્સનાલિટી ચેક કરવામાં આવે છે અને તે પ્રમાણે માર્કસ આપવાંમાં આવે છે.

આ પરીક્ષામાં માત્ર તમારી જ્ઞાનની ચકાસણી કરવામાં આવતી નથી. કેમ કે જ્ઞાનની ચકાસણી તો આગળ તમે પ્રિલિમ અને મેન્સ પરીક્ષા પાસ કરો છો ત્યારે જ થઈ જતી હોય છે. તમે આ પોસ્ટ માટે યોગ્ય વ્યક્તિ છો કે નહીં તે ચકાસણી કરવામાં આવતી હોય છે.

ઈન્ટરવ્યૂ પરીક્ષામાં ઉમેદવારને પણ ખબર નથી હોતી કે તેનું ઈન્ટરવ્યૂ કોણ લેવાનું છે. તમે જ્યારે ઈન્ટરવ્યૂ માટે જાઓ છો ત્યારે ચિટ્ઠી ઉપાડવાની હોય છે અને તેમાં જે બોર્ડ નંબર લખેલો હોય તેમાં જઈને તમારે પરીક્ષા આપવાની હોય છે. ઉમેદવારનું નામ અને બીજી કોઈપણ માહિતી ઈન્ટરવ્યૂ લેનાર પાસે પણ નથી હોતી.

GPSC સિવિલ સેવા પરીક્ષા અંગે વધુ માહિતી

મિત્રો આ પરીક્ષાની તૈયારી કરતી વખતે તમારે લેખન ઉપર સૌથી વધારે ધ્યાન આપવાનું રહેશે.

ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) પરીક્ષાની તૈયારી સાથે UPSC પરીક્ષાની તૈયારી પણ થાય તે માટે થઈને દિનેશ દાસા સાહેબે પેપરનું માધ્યમ ઊંચા લેવલનું એટલે કે UPSC લેવલનું કર્યું હતું. GPSC માં તમારે 900 શબ્દોમાં નિબંધ લખવાનો આવે છે જ્યારે UPSC માં 1200 શબ્દોની મર્યાદામાં બે નિબંધ લખવાના આવે છે.

મુખ્ય પરીક્ષા માટે 15 ગણા અને ઈન્ટરવ્યૂ પરીક્ષા માટે 3 ગણા ઉમેદવારોને બોલવવામાં આવે છે. આમ અહિયાં તમને GPSC સિવિલ સેવા પરીક્ષા વિશે સંમપૂર્ણ માહિતી મળી ગઈ હશે. તમને કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ બોક્સ દ્વારા જણાવી શકો છો. આભાર.

Comments

No comments yet. Why don’t you start the discussion?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *