ચૂંટણી કાર્ડ ઓનલાઈન ડાઉનલોડ કેવી રીતે કરવું?

Voter ID Card Download: શું તમને પણ ખબર નથી કે તમારું ચૂંટણી કાર્ડ ઓનલાઈન ડાઉનલોડ કેવી રીતે કરવું. તો આજે અમે તમને તેના વિશે વિગતવાર માહિતી આપવાના છીએ.

તમારું ચૂંટણી કાર્ડ જૂનું હશે કે નવું તો પણ તમે તેને ઓનલાઈન ડાઉનલોડ કરી શકશો. વોટર આઈડી કાર્ડ હવે એકદમ નવું થઈ ગયું છે જે નવા દેખાવ સાથે તમારું વોટર આઈડી એટલે કે ચૂંટણી કાર્ડ અહિયાં આપેલ વિગતવાર માહિતી સાથે ડાઉનલોડ કરી શકશો.

ચૂંટણી કાર્ડ ઓનલાઈન ડાઉનલોડ કેવી રીતે કરવું

વોટર આઈડી (ચૂંટણી) કાર્ડ શું છે?

ચુંટણી કાર્ડ જેને અંગ્રેજીમાં વોટર આઈડી કાર્ડ તરીકે ઓળખવામાં આવે છે. જેને મતદાર ઓળખ પત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. ચૂંટણી કાર્ડ એ 18 વર્ષની વયે ભારતના પુખ્ત વયના લોકો માટે જારી કરવામાં આવતું એક ઓળખ દસ્તાવેજ છે. રાષ્ટ્રીય, રાજ્ય અને મ્યુનસિપલ ચૂંટણીમાં મતદાન કરતી વખતે ઓળખના પુરાવા તરીકે કામ કરે છે.

વોટર આઈડી (ચૂંટણી) કાર્ડ ઓનલાઈન ડાઉનલોડ કરો

1) સૌપ્રથમ તમારે ચૂંટણી કમિશનની ઓફિશિયલ વેબસાઈટ https://voters.eci.gov.in ઉપર જવાનું રહેશે.

2) હવે E-EPIC Download લખ્યું હશે તેના ઉપર ક્લિક કરો.

3) હવે તમારે લૉગ ઈન ડિટેલ ભરવાની રહેશે.

4) જો તમે આના પહેલા ક્યારે વેબસાઈટ ઉપર ગયા નથી તો તમારે તમારું આઈડી બનાવવું પડશે.

5) આઈડી બનાવવા Do not have an account? Sign-Up લખેલું દેખાશે તેના ઉપર ક્લિક કરો.

6) હવે તમારો મોબાઈલ નંબર, ઈમેઈલ એડ્રેસ અને કેપ્ચા નાખી આગળ વાંધો.

7) હવે તમારો ચૂંટણી કાર્ડ નંબર અને અન્ય વિગતો ભરી અને આગળ વધો.

8) હવે લૉગ ઈન ઉપર જઈને મોબાઈલ નંબર અને તમે જે પાસવર્ડ બનાવ્યો હતો તે નાખી રિક્વેસ્ટ ઓટીપી ઉપર ક્લિક કરો.

9) ઓટીપી નાખ્યા પછી તમે પાછા હોમ પેજ ઉપર જતાં રહેશો અને તમારું આઈડી ખૂલી જશે.

10) ફરીથી E-EPIC Download લખ્યું હશે તેના ઉપર ક્લિક કરો.

11) હવે તમને તમારો ચૂંટણી કાર્ડ નંબર અને રાજ્ય પસંદ કરવાનું કહેશે. તે સિલેકટ કરી સર્ચ ઉપર ક્લિક કરો.

12) જેવુ સર્ચ ઉપર ક્લિક કરશો એટલે તમને તમારા ચૂંટણી કાર્ડની વિગતો સ્ક્રીન ઉપર દેખાશે.

13) સૌથી નીચે Send OTP લખ્યું હશે હવે તેના ઉપર ક્લિક કરો.

15) ત્યારબાદ Download E-EPIC લખ્યું હશે તેના ઉપર ક્લિક કરો.

16) ક્લિક કરતાંની સાથે જ ચૂંટણી કાર્ડની PDF આપોઆપ ડાઉનલોડ થઈ જશે.

મહેરબાની કરીને ધ્યાન રાખો

  • ઈ-મતદાર ફોટો ઓળખપત્ર એ ચૂંટણીના હેતુ માટે ઓળખનો પુરાવો છે.
  • ફક્ત મતદાર ઓળખપત્ર ધારણ કરવાથી મતદારયાદીમાં હાલ નામ નોંધાયેલ છે તેની ખાત્રી થતી નથી. પ્રત્યેક ચૂંટણી પહેલા, વર્તમાન મતદાર યાદીમાં તમારું નામ છે કે કેમ? તે કૃપા કરીને તપાસો.
  • આ કાર્ડમા દર્શાવેલ જન્મતારીખ મતદારયાદીમાં નોંધણી સિવાયના અન્ય કોઈ હેતુ માટે ઉંમર કે જન્મતારીખના પુરાવા તરીકે માન્ય નથી.
  • જ્યાં સુધી આપનું નામ ભારતમાં કોઈપણ મતદાર વિભાગની મતદારયાદીમાં નોંધાયેલ હશે ત્યાં સુધી EEPIC સમગ્ર દેશમાં માન્ય રહેશે.
  • ઈ-મતદાર ફોટો ઓળખપત્ર અધિકૃત અને સુરક્ષિત QR કોડ રીડર એપ્લિકેશનનો ઉપયોગ કરીને ચકાસી શકાય છે.
  • આ ઇલેક્ટ્રોનિક જનરેટેડ ડોક્યુમેન્ટ છે.

નિષ્કર્ષ

મિત્રો આ જે ચૂંટણી કાર્ડ ડાઉનલોડ થશે એ એકદમ નવું અને લેટેસ્ટ ડાઉનલોડ થશે જે ચૂંટણી પાંચ દ્વારા જારી કરેલ છે. આ ચૂંટણી કાર્ડ તમે તમારા મોબાઈલમાં સાચવીને રાખી શકો છો જેથી મુશ્કેલી સમયે તમારા કામમાં આવે. જો તમને કોઈપણ પ્રકારનો પ્રોબ્લેમ આવે છે તો તમે અમને કોમેન્ટ બોક્સ દ્વારા જણાવી શકો છો. આભાર.

Comments

No comments yet. Why don’t you start the discussion?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *