અભયમ્ 181 મહિલા હેલ્પલાઈન – કોઈપણ પ્રકારની મુશ્કેલી સમયે મહિલાઓ માટેની સરકારની યોજના

ગુજરાત રાજ્યમાં રહેતી અને બહારથી આવેલ ગુજરાત રાજ્યમાં વસવાટ કરતી તમામ મહિલાઓને સુરક્ષા પૂરી પાડવાના હેતુસર ‘અભયમ્ 181 મહિલા હેલ્પલાઈન’ યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજનાનો લાભ મુશ્કેલી સમયે કિશોરી, યુવતી અને તમામ મહિલાઓ લઈ શકે છે.

અભયમ્ 181 મહિલા હેલ્પલાઈન દ્વારા મહિલાને કટોકટીના સમયે અભયમ રેસ્ક્યૂવાન દ્વારા તાત્કાલિક સહાય અને સેવા આપવામાં આવે છે. જેની વિગતવાર માહિતી નીચે આપેલી છે અને તમામ મહિલાઓ, કિશોરી અને યુવતીઓએ આ વાંચવા જેવી છે અને આ સેવાનો ઉપયોગ કટોકટીના સમયે કરી શકે છે.

અભયમ્ 181 મહિલા હેલ્પલાઈન - Abhayam Helpline Gujarat
અભયમ્ 181 મહિલા હેલ્પલાઈન – Abhayam Helpline Gujarat

અભયમ 181 મહિલા હેલ્પલાઈનનો ઉદ્દેશ્ય

  • જરૂરિયાતમંદ કિશોરી, યુવતી કે મહિલાને જરૂરી માહિતી, માર્ગદર્શન અને સહાય પૂરી પાડવી
  • મુશ્કેલી પરિસ્થિતિમાં મુકાયેલ કોઈપણ મહિલાને 24 કલાક તાત્કાલિક મદદ આપવી
  • છેડતી જેવી ઘટના વખતે તાત્કાલિક બચાવ, મદદ અને માર્ગદર્શન માટે જરૂરી મળખાઓ તૈયાર કરવા
  • મહિલાઓણા સશક્તિકરણ માટે મહિલાલક્ષી વિવિધ યોજનાઓની પ્રાથમિક માહિતી પૂરી પાડવી

વિધવા મહિલાઓને આ યોજના હેઠળ મળશે દર મહીને 1250 ની સહાય, વાંચો ગંગા સ્વરૂપા વિધવા પેન્શન સહાય યોજના વિશે

અભયમ 181 મહિલા હેલ્પલાઈન સેવાનો ઉપયોગ કોણ કરી શકે છે?

  • કોઈપણ ઉંમરની કન્યા, યુવતી કે મહિલા આ સેવાનો ઉપયોગ કરી શકે છે.
  • મહિલાને મદદરૂપ બનનાર કોઈપણ પુરુષ સેવાનો ઉપયોગ કરી શકે છે.
  • અન્ય રાજ્યની મહિલા ગુજરાતમાં આવતા આ સેવાનો લાભ મેળવી શકે છે.

અભયમ 181 મહિલાને કયા કયા પ્રકારની મદદ મળે છે?

ફોન પર માર્ગદર્શન અને સલાહ-સૂચન

કોઈપણ પ્રકારની મુશ્કેલ સંજોગોમાં મુકાયેલી મહિલા અભયમ 181 હેલ્પલાઈન પર ફોન કરી, પોતાની તકલીફોનો ઉકેલ લાવવા બાબતે નિષ્ણાતો અને તાલીમબદ્ધ કાઉન્સેલરો દ્વારા ટેલિફોનિક માર્ગદર્શન

હિંસાના સંજોગોમાં તાત્કાલિક બચાવ

જો કોઈ મહિલા ઘરેલુ અથવા અન્ય પ્રકારની હિંસાનો ભોગ બની રહી હોય અથવા તેને એવો ભય હોય તો તે અભયમ 181 હેલ્પલાઈન પર ફોન કરી તાત્કાલિક મદદ મેળવી શકે છે. આ સ્થિતિમાં જરૂર જણાયે 181 રસ્કયુવાન એ મહિલાની મદદ પહોંચી જાય છે.

મહિલાલક્ષી માળખાઓ અને યોજનાઓની માહિતી

હેલ્પલાઈનનો હેતુ મહિલાઓને સહાય અને સુરક્ષાની સો સશક્તિકરણનો હોવાથી રાજ્ય સરકારનાં વિવિધ વિભાગો દ્વારા અમલી યોજનાઓ, તેના લાભ અને સંપર્કની વિગતો પણ મેળવી શકાય છે.

કોઈપણ મહિલા હેલ્પલાઈન ઉપર ફોન કરીને સ્થાનિક સ્તરે ઉપલબ્ધ વિવિધ સરકારી માળખાઓની સેવા જેવી કે મહિલા પોલીસ સ્ટેશન, પોલીસ સ્ટેશન બેઝડ સપોર્ટ સેન્ટર, મફત કાનૂની સહાય, કુટુંબ સલાહ કેન્દ્ર, સ્વૈચ્છિક સંસ્થાઓ, રક્ષણ અધિકારી અને ગુજરાત રાજ્ય મહિલા આયોગની સેવાઓની માહિતી મેળવી શકે છે.

સેવા દ્વારા મહિલાઓને કઈ કઈ બાબતોમાં મદદ/માર્ગદર્શન મળી શકે?

  • મહિલા સાથે થતી હિંસા (શારીરિક, જાતીય, માનસિક, આર્થિક તેમજ કાર્યના સ્થળે જાતીય સતામણી)
  • લગ્ન જીવન તેમજ અન્ય સંબંધોના વિખવાદો
  • જાતીય સતામણી, છેડતી અને બાળ જન્મને લગતી બાબતો
  • કાનૂની જોગવાઈઓની પ્રાથમિક માહિતી
  • સાયબર ગુનાઓ (ટેલિફોનિક ટોકિંગ, ચેટિંગ, એમ.એમ.એસ., ઈન્ટરનેટ)
  • સરકારી કાર્યક્રમ, યોજનાઓ, સેવાઓ અને સહાયક માળખાઓની માહિતી

હેલ્પલાઈન અંતર્ગત આપવામાં આવતી સેવાઓ મળેલ છે કે કેમ તેમજ તે સેવાથી તેઓ સંતુષ્ટ છે કે કેમ તે સુનિશ્ચિત કરવા માટે બંધ ઓફિસની રચના કરવામાં આવેલ છે, જે દ્વારા અભયમ 181 હેલ્પલાઈન દ્વારા આપવામાં આવતી સેવાઓનું ફોલોઅપ કરવામાં આવે છે.

આ સેવા ટોલ ફ્રી સેવા હોવાથી કોઈપણ યુવતી કે મહિલાને આ યોજનાનો લાભ મળવાપાત્ર છે.

મહિલાઓને મળશે 2 લાખ સુધીની લોન સબસિડી સાથે, વાંચો મહિલા સ્વાવલંબન યોજના વિશે વિગતવાર માહિતી

અમલીકરણ કરતી કચેરી/ સંપર્ક અધિકારી

કમિશનરશ્રી, મહિલા અને બાળ વિકાસ વિભાગ,
બ્લોગ નંબર 20, ગાંધીનગર, ડો. જીવરાજ મહેતા ભવન,
ફોન નં: 079-232-5170

કોઈપણ જિલ્લા કે તાલુકામાંથી આ યોજનાનો લાભ લેવા અભયમ મહિલા હેલ્પલાઈન નિ:શુલ્ક ઉપર સંપર્ક કરી તમામ માહિતી અને સેવા મેળવી શકે છે.

વેબસાઈટhttps://wcd.gujarat.gov.in
મોબાઈલ એપ્લિકેશનhttps://play.google.com/store/apps/details?id=in.emri.abhayam.emri_181
Abhayam 181 Helpline Gujarat

Comments

No comments yet. Why don’t you start the discussion?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *